લીમખેડા તાલુકાના ધાનપુર (દુ) ગામે 30 વર્ષીય અજાણ્યો યુવક નદીમાં ડૂબી જતા મોતને ભેટયો..

Editor Dahod Live
1 Min Read

લીમખેડા તાલુકાના ધાનપુર (દુ) ગામે 30 વર્ષીય અજાણ્યો યુવક નદીમાં ડૂબી જતા મોતને ભેટયો..

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર (દુ) ગામે એક ૩૦ વર્ષીય અજાણ્યો યુવક ગામમાંથી પસાર થતી એક નદીના પાણીમાં ડુબી જવાથી મોતને ભેટતાં ચકચાર મચી જવા પામી હતી.

ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ ધાનપુર (દુ) ગામેથી પસાર થતી નદીમાંથી આશરે ૩૦ થી ૩૫ વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાની સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરવામાં આવ્યાં હતાં. કહેવાઈ રહ્યું છે કે, આ યુવકનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે આ સંબંધે લીમખેડા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Share This Article