લીમખેડા તાલુકાના પીપળાપાણીમાં જમીનમાં દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો:આંબાના ખેડૂતની જમીનમાં પીપળાપાણીના શખ્સે મકાન બનાવ્યું

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા 

લીમખેડા તાલુકાના પીપળાપાણીમાં જમીનમાં દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો:આંબાના ખેડૂતની જમીનમાં પીપળાપાણીના શખ્સે મકાન બનાવ્યું

જિલ્લા કલેકટરનો હુકમ થતાં લીમખેડા DySP દ્વારા તપાસ

દાહોદ તા.12

આંબા માળીપરાના ચીમન વરસીંગ હઠીલાની પીપળાપાણીમાં રેવન્યુ સર્વે નંબર 63 વાળી માલિકીની જમીન આવેલી છે આ જમીનમાં પીપળાપાણીના ગલા કેલા બારીયા તથા મેસન ચુનીયા બારીયાએ 8 વર્ષથી દબાણ કરી જમીન પચાવી હતી. તેમજ ચીમન હઠીલાને જમીનમાં ખેડાણ પણ કરવા દેતા નહોતા.જેથી ચીમન હઠીલાએ 14 મી સપ્ટેમ્બર 2021 ના રોજ કલેકટર કચેરીમાં અરજી કરી હતી.

 

જે સંદર્ભે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી નિવેદન લીધા હતા.જેમાં પીપળાપાણીના મેસન બારીયાએ દબાણ કરેલી કબીજાવાળી જમીન છોડવાની તૈયારી બતાવી બાહેધરી દર્શાવતા ચીમન હઠીલા સાથે સમાધાન થયું હતું.

જ્યારે ગલા કેલિયા બારીયાએ દબાણ ખુલ્લુ નહીં કરતા અને ચીમન હઠીલાની જમીન પરત સુપરત નહીં કરતા દાહોદ કલેકટર કચેરી દ્વારા ક્રમાંક/જમન/ લેન્ડગગ્રેબિંગ/વશી/220/2022/ તા. 2/3/2020 થી ફરિયાદ દાખલ કરવાનો હુકમ ફરમાવતા લીમખેડા પોલીસે ગલાભાઈ કેલિયાભાઈ બારીયા વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ કાયદાની કલમ મુજબ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article