લીમખેડા તાલુકામાં ફાયનાન્સના કર્મચારીઓએ લોન ના હપ્તા ઉઘરાવી ચાઉં કર્યા:બે વિરુદ્ધ ગુનો નોંધાયો..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ

લીમખેડા તાલુકામાં ફાયનાન્સના કર્મચારીઓએ લોન ના હપ્તા ઉઘરાવી ચાઉં કર્યા:બે વિરુદ્ધ ગુનો નોંધાયો..

દાહોદ તા.૨૯

 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મુથુર માઈક્રોફોન લીમીટેડ કંપનીમાં ફરજ બજાવતાં બે કર્મચારીઓએ ગ્રાહકો પાસેથી હપ્તાના ઉઘરાવેલ નાણાં ઓફિસમાં કે, બેન્કમાં જમા નહીં કરાવી કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

 પગી અંકિતકુમાર સુરસિંહ (રહે. નાકા ફળિયું, કરમેલ, તા. ફતેપુરા, જિ.દાહોદ) અને પગી શૈલેષકુમાર પ્રભાતસિંહ (રહે. બેચર, લાખાવાળુ ફળિયું, તા. શહેરા, જિ. પંચમહાલ) આ બંન્ને જણાએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી મુથુટ માઈક્રોફોન લીમીટેડ કંપનીના ગ્રાહકો દ્વારા આપવામાં આવેલ હપ્તાના નાણઆં ઉઘરાવી ઓફિસ કે, બેન્કમાં જમા નહીં કરાવી કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે કંપનીના કર્મચારી સંદીપ રૂપકુમાર કસ્યપ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————

Share This Article