
રિપોર્ટર :- ગૌરવ પટેલ /બાબુ સોલંકી
લીમખેડા તાલુકાના ચીલાકોટા રવાળી ફળિયા પ્રાથમિક શાળાના નશેબાજ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરાયા.
ચીલાકોટા પ્રાથમિક શાળાના આચાર્યના લેખિત નિવેદન મુજબ નશા બાજ શિક્ષકને શિક્ષણાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો.
નશાબાજ શિક્ષકને લીમખેડા તાલુકા માંથી સસ્પેન્ડ કરી ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે હેડ ક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું.!
સુખસર,તા.19
માં જેટલું જેનું સ્તર માનવામાં આવ્યું છે,તેટલું જ સ્થાન શિક્ષકને આપવામાં આવ્યું છે.મા પાલનપોષણ કરી બાળકનો ઉછેર કરે છે.જ્યારે શિક્ષક તેની કેળવણી કરી ભારતનો સધ્ધર નાગરિક પેદા કરવાની જવાબદારી શિક્ષકને સોપવામાં આવેલ અને તે બાબતને કોઈ નકારી શકે તેમ નથી.અને ક્યારેક કોઈક માતા જેટલું સ્તર ધરાવતા શિક્ષક પોતાની ફરજનું ભાન ભૂલી ગેરકાયદેસર વર્તન કરે ત્યારે સમજદાર સૌ કોઈ વ્યક્તિને દુઃખ થાય તેમાં કોઈ બે મત નથી.તેવી જ રીતે ચીલાકોટાના રવાળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોતાની ફરજ દરમ્યાન દારૂનો નશો કરી ફરજ બજાવવા આવતા ફરિયાદો ઉઠતા તેની સામે લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાતા અને નશેબાજ શિક્ષકને સસ્પેન્ડ કરાતા કેટલાક પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા શિક્ષકોમાં હલચલ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ લીમખેડા તાલુકાના જિલ્લા ચીલાકોટા ગામના રવાળી ફળિયા ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડામોર રાકેશકુમાર મનુભાઈ શાળામાં દારૂનો નશો કરી ફરજ બજાવવા આવતા હોવાની તેમજ તેમના દ્વારા ફરજ દરમિયાન ગેરવર્તણુક કરાતી હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠવા પામેલ હતી. જેના અનુસંધાનેબાળકોના શિક્ષણના હિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદના મયુર એસ.પારેખ દ્વારા રજૂઆતને ધ્યાને લઈ અને તેના સમર્થનમાં તાત્કાલિક તપાસ અર્થે શિક્ષક રાકેશ ડામોર ને 19 જાન્યુઆરી-23 ના કચેરી સમય બાદ ફરજ મોકુફી કરી વધુ તપાસ અર્થે તાલુકા પંચાયત કચેરી ફતેપુરા ખાતે હેડકવાટર નક્કી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.