લીમખેડા પંથકમાં ચોરીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલભેગો કર્યો.. 

Editor Dahod Live
1 Min Read

 ગૌરવ પટેલ :- લીમખેડા

લીમખેડા પંથકમાં ચોરીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલભેગો કર્યો.. 

લીમખેડા તા.15

લીમખેડા પંથકમાં ટ્રેક્ટર ચોરીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી જેલભેગો કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હોળી ધુળેટીના તહેવારો દરમિયાન ગુનાખોરીને કડક રીતે ડામી દેવા પોલીસતંત્ર દ્વારા પેટ્રોલિંગ તેમજ વોચ ગોઠવી સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લીમખેડા તાલુકાના માંડવા તળાવ ફળિયા ના રહેવાસી શૈલેષભાઈ ચુનિયાભાઈ મિનામાં જેઓ લીમખેડા પંથકમાં ટ્રેક્ટર ચોરીના બનાવમાં વોન્ટેડ હોવાથી પોલીસ તેમને શોધી રહી હતી. તે દરમિયાન ચોરીના બનાવમાં વોન્ટેડ શૈલેષભાઈ મિનામાં બહારગામ મજૂરીથી ઘરે આવેલો હોવાની બાતમી લીમખેડા પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે શૈલેષભાઈના ઘરે દરોડા પાડી તેઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.

Share This Article