ધીરજ મકવાણા: કતવારા
દાહોદ-MP સરહદે ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસની મોટી કાર્યવાહી, ₹75 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
નાકાબંધી દરમિયાન આઈસર ગાડીમાંથી 8808 બોટલ ભરેલી 512 પેટીઓ ઝડપાઈ,
ચાલક અંધારાનો લાભ લઈ ફરાર – કુલ ₹95.19 લાખનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૧૭
ગત મોડી રાતે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી દરમિયાન કતવારા પોલીસે શંકાસ્પદ જણાતી એક આઈસર ગાડીને રોકતા ગાડીના ચાલક ગાડી થોડે આગળ લઈ જઈ ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ જતા પોલીસે તે ગાડીમાંથી રૂપિયા ૭૫ લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૫૧૨ પકડી પાડી ગાડીમાં ભરેલરબરના દાણાના કટ્ટા, એક મોબાઇલ તથા રૂપિયા ૨૦ લાખની આઈસર ગાડી મળી કુલ રૂપિયા ૯૫, ૧૯,૫૬૦/-ને મુદ્દામાલ પકડી પાડી કબ્જે લીધાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

દાહોદના કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવીત ગઈકાલે મોડી રાતે પોતાના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિનુભાઈ સારાભાઈ, એએસઆઈ એલ્તાપખાન બસીર ખાન, એએસઆઈ ઈશ્વરભાઈ ભગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમસિંહ ફુલસિંહ, સુરેશભાઈ ગુલસીંગભાઈ, તથા પ્રતાપભાઈ માનજીભાઈ વગેરેને સાથે લઈ ખંગેલા ચેકપોસ્ટ પર બંને તરફથી આવતા જતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી જીજે૦૧એલટી-૬૯૬૮ નંબરની આઈસર ગાડી વાહન ચેકિંગમાં ઉભેલ પોલીસને શંકાસ્પદ જણાતાં પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલક ગાડી ધીમી પાડી થોડી દૂર જઈ ઉભી અશોક લેલેન્ડ રાખી ગાડીમાંથી ઉતરી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો પોલીસે તે આઈસર ગાડી પકડી ઉપર બાંધેલ કાળા કલરની તાડપત્રી ખોલી જોતાં જેમાં બ્લેક રબરના દાણા ભરેલ સફેદ કલરના જોવા મળ્યા હતા જે કટ્ટા હટાવી જોતા અંદર લોખંડના પતરાની દિવાલવાળી મોટી પેટી જેવું ખાનું બનાવેલ નજરે પડ્યું હતું જેથી નજીકમાંથી એક વેલ્ડરર્ને બોલાવી પેટીને કટરથી કપાવતા પેટીમાં વિદેશી દારૂ તેમજ બિયરનું જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે લોખંડની પેટીમાંથી રૂપિયા ૭૫,૦૨,૧૬૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-૮૮૦૮ ભરેલ પેટીઓ નંગ-૫૧ ૨ પકડી પાડી ગાડીમાંથી રૂપિયા ૫૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન, તથા રૂપિયા ૧ ૨,૪૦૦/-ની કિંમતના બ્લેક કલરના રબરના દાણાના કટ્ટા પકડી પાડી સદર દારૂ તેમજ બિયરના જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની આઈસર ગાડી મળી કુલ રૂપિયા ૯૫,૧૯,૫૬૦/-નો મુદ્દામાલ કબજે લઈ સદર આઈસર ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.