
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના કડલા ગામે કુતરુ આડે આવતા મોટરસાયકલ સ્લીપ ખાતા એક નું મોત:એક ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૧૫
દાહોદ તાલુકાના કઠલા ગામે રસ્તાની વચ્ચે કુતરૂં આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૩મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના ખંગેલા ગામે સીમળખેડી ફળિયામાં રહેતાં ભરતભાઈ ચુનીયાભાઈ મેડા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પોતાની સાથે મોટરસાઈકલની પાછળ પોતાના ગામમાં રહેતાં ચુનીયાભાઈ દિતીયાભાઈને બેસાડી કઠલા ગામેથી પુરઝડપે અને ગફળત ભરી રીતે મોટરસાઈકલ હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં કુતરૂ આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને પાછળ બેઠેલ ચુનીયાભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાંતાં તેઓને હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન ચુનીયાભાઈનું મોત નીપજતાં આ સંબંધે ખંગેલા ગામે સીમળખેડી ફળિયામાં રહેતાં માનસીંગભાઈ દિતીયાભાઈ મેડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.