
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના જાલત ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા:યાંત્રિક ઉપકરણો સહિતના સરસામાન ચોરાયું..
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના જાલત ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી પ્રાથમીક શાળામાંથી એલ.ઈ.ડી. ટી.વી., પંખા, ખુરશી, અનાજ વિગેરે મળી કુલ રૂા. ૪૦,૧૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી પ્રાથમીક શાળાઓને તસ્કરોએ નિશાન બનાવી રહ્યાં છે. અગાઉ પણ ઘણી પ્રાથમીક શાળાઓને તસ્કરોએ નિશાન બનાવી હજ્જારોની કિંમતની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાંની ફરિયાદ જે તે પોલીસ મથકે નોંધાંવવા પામી છે પરંતુ આજદિન સુધી પ્રાથમીક શાળામાં ચોરી કરતાં તસ્કરોને પોલીસને ઝડપી પાડવામાં સફળતાં મળી નથી ત્યારે તસ્કરોએ વધુ એક પ્રાથમીક શાળાને નિશાન બનાવી છે જેમાં ગત તા. ૦૮ સપ્ટેમ્બરના રોજ જાલત ગામે આવેલ ખાખરીયા ફળિયા વર્ગ પ્રાથમીક શાળામાં રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી શાળાનો દરવાજાે તોડી શાળામાં પ્રવેશ કર્યાેં હતાં અને શાળામાં મુકી રાખેલ એક એલ.ઈ.ડી. ટી.વી., ૧૨ નંગ. પંખા, રસોડાના વાસણો, ૩૦ કિલો ગ્રામ ઘઉં, ૩ નંગ પ્લાસ્ટીકની ખુરશીઓ વિગેરે મળી કુલ રૂા. ૪૦,૧૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી ગયાં હતાં.
આ સંબંધે પ્રાથમીક શાળામાં ફરજ હજાવતાં અને દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે અમરદીપ સોસાયટીમાં રહેતાં દિનેશભાઈ લાલજીભાઈ પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.