રિપોર્ટર:દક્ષેશ ચૌહાણ,ઝાલોદ
ઝાલોદમાં SDM ની અધ્યક્ષતામાં SIR ની કામગીરીની વિગતવાર ચર્ચા સંદર્ભે રાજકીય આગેવાનો-BLO સાથે બેઠક યોજાઈ.
ઝાલોદ :07

મતદારયાદીની ચોકસાઈ વધારવા તેમજ સચોટતા જાળવવા માટે BLO દ્વારા કરવામાં આવી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીની સમીક્ષા કરવા માટે ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા આજે સ્થાનિક રાજકીય આગેવાનો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ભાજપ તાલુકા પ્રમુખ સુરેશ ભાભોર, ઝાલોદ આપ પ્રમુખ અનિલ ગરાસીયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ જગુ રામજી સંગાડા, તેમજ કોંગ્રેસ આગેવાન મૂકેશ ડાંગી ઉપસ્થિત રહેલ હતા. આ તમામ રાજકીય આગેવાનો સાથે પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા SIR અંતર્ગત BLO દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરેલ હતી. બેઠકમાં BLOઓ દ્વારા અત્યાર સુધી પૂર્ણ કરાયેલા કાર્ય, બાકી રહેલા મૅપિંગ, કેટેગરી મુજબ પૂર્ણતા દર અને કામગીરીની ગુણવત્તા અંગે વિશદ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી.
BLO કામગીરીના મુખ્ય આંકડા રજૂ
પ્રાંત અધિકારીએ ચર્ચા દરમ્યાન જણાવ્યું કે ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,95,578 મકાનો સામે SIR પ્રક્રિયા માટેના EF રેકોર્ડ પણ 2,95,578 છે. તેમાંમાંથી અત્યાર સુધી EF મિક્સ રાઈઝર 2,63,541 (89.16%) પૂર્ણ થયા છે. તે ઉપરાંત BLOઓ દ્વારા SELF 88,839 (85.13%) અને PROXY 1,62,767 એમ મળીને કુલ 2,51,606 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલા NO MAPPING 11,925 (4.03%) કેસને તાત્કાલિક પ્રાથમિકતા આપવા જણાવ્યું. વર્ગવાર કામગીરીની ચર્ચા
બેઠકમાં નીચે મુજબની SIR વર્ગવાર કામગીરી પણ ચર્ચાનો વિષય બની:
બચત : 12,546માંથી 11,627 પૂર્ણ
આવકવેરો : 2,758
કાયદા-વ્યવસ્થા સંબંધિત : 13,793
કલેક્ટર : 3,717
અન્ય : 133 કુલ મળીને 32,038 (10.84%) કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું પ્રાંત અધિકારીએ રજૂ કર્યું. રાજકીય આગેવાનોની સૂચનાઓ ની ચર્ચા દરમ્યાન ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા BLOની મેદાની કામગીરીને વધુ મજબૂત બનાવવા, બાકી રહેલા મૅપિંગ ઝડપી ગતિએ પૂર્ણ કરવા, લોકો સુધી સત્ય અને સુધારેલી મતદારયાદી પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી.
ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા નો વિશ્વાસભર્યો સંદેશમાં જણાવાયું કે આગામી દિવસોમાં બાકી રહેલી SIR કામગીરીનો ઝડપી નિકાલ કરવામાં આવશે અને તાલુકામાં મતદારયાદી સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા BLOઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.