Monday, 08/12/2025
Dark Mode

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

December 6, 2025
        123
ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

દક્ષેશ ચૌહાણ : ઝાલોદ

ઝાલોદ તાલુકાના ધાવડીયા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ તેમજ કદવાલ મુકામે નવીન બનનાર આરોગ્ય કેન્દ્રનુ ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી રમેશ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યું 

દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશ ભૂરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા 

ઝાલોદ તા.06

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

 

 આજરોજ 06-12-2025 શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા નવીન મકાનની લોકાર્પણ વિધિ સવારના 11 વાગે યોજાઈ હતી. તેમજ કદવાલ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત 1 વાગે યોજાયું હતું આ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે આવેલ રાજ્યમંત્રી રમેશ કટારા , દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાનુ સ્વાગત ફટાકડાની ભવ્ય આતશબાજી તેમજ ઢોલકુંડી સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી રમેશ કટારા,સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા જનતાની સુખાકારી અને આરોગ્યની વિશેષ જાળવણી માટે ધાવડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

 

  આ પ્રસંગે યોજાયેલ જનસભામા આમંત્રિત સહુ મહેમાનોનુ સ્વાગત સ્વાગત ગીત ,પ્રાર્થના ગીત અને દિપ પ્રાગટય સાથે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સહુ મહેમાનોનુ સ્વાગત ફૂલહાર, પાઘડી તેમજ કોટી પહેરાવી આવકારવા આવેલ હતા. 

    ધારાસભ્ય મહેશ ભૂરીયા એ આ પ્રસંગે ઉદ્બોધન આપતા કહ્યું હતું કે બોર્ડર વિલેજના વિસ્તારોના વિકાસ માટે અમારી સરકાર વિશેષ પ્રયત્નશીલ છે અને આ વિસ્તારની સુખાકારી અને જનસુખાકારી માટે રોડ રસ્તાનું હાલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ આ વિસ્તારના લોકોના આરોગ્યની વિશેષ કાળજી જાળવવા માટે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવેલ છે. આ આરોગ્ય મંદિર ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ કહ્યું હતું તેમજ વિશેષમાં કહ્યું હતું કે આ સરકાર સતત આ વિસ્તારની સુખાકારી માટે ચિંતિત છે અને તેઓની સુખાકારી માટે અમે સહુ કામગીરી કરી રહેલ છે.  

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

 

  રાજ્ય મંત્રી રમેશ કટારા એ કહ્યું ભાજપ સરકાર ગરીબ જનતાની ખૂબ ચિંતા કરી તેઓની સુખાકારી માટે કામગીરી કરી રહેલ છે. વિરોધી પક્ષો પર આક્ષેપો મુકતા કહ્યું હતું કે ભાજપ વિરોધીઓ ફક્ત ગરીબ જનતાને ઉશ્કેરવાનુ કામ કરે છે. વિરોધીઓ પાસે કોઈ સ્પષ્ટ દિશા નથી તેથી તેઓ ફક્ત ગરીબોને ઉશ્કેરી રાજકીય રોટલા શેકી રહેલ છે. આ બોર્ડર વિલેજના ધાવડીયા વિસ્તારના આરોગ્ય મંદિરનું એક કરોડ એકત્રીસ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ કદવાલ મુકામે નવીન બનનાર આરોગ્ય કેન્દ્રનુ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું .કદવાલ મુકામે અંદાજીત છ કરોડ પચાસ લાખના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર બનનાર છે. જેથી લોકોની આરોગ્ય સુવિધામાં વધારો થશે. 

 

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

 

સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે આ વિસ્તારમા લોકોના આરોગ્ય માટે ભાજપના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સતત ચિંતા કરી આ વિસ્તારોમાં માટે કામગીરી કરી રહેલ છે. ધાવડીયા વિસ્તારની અંદાજીત 19,000 ની વસ્તીને આ આરોગ્ય મંદિરનો લાભ મળવાનો છે. જ્યારે પણ કોઈ સમાનતા વ્યક્તિ પણ જો બીમાર થાય તો તેને હવે લાંબે નહીં જવું પડે અને તેઓને સર્વ સુવિધા યુક્ત આરોગ્ય મંદિરનો લાભ અહીંયા મળી રહેશે. આગામી સમયમાં ઘર ઘર સુધી આરોગ્ય ટીમ પહોંચી તેઓના આરોગ્ય માટે ચેકઅપ કરવાની છે જેથી સહુ લોકો સ્વસ્થ્ય અને કુશળ રહે. આ સરકાર આરોગ્ય ક્ષેત્રે ચિંતિત રહી સતત નાનામાં નાના ગ્રામીણ વિસ્તારોમાં જઈ કેમ્પો યોજી રહેલ છે અને જેથી દરેક પરિવારો રોગ મુક્ત બની રહે. 

ઝાલોદના ધાવડીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, કદવાળમાં ભૂમિપૂજન.!

 

   આજના આ પ્રસંગે રાજ્ય મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભૂરીયા, તાલુકા હેલ્થ ઓફિસર તુષાર ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, તલાટી મંત્રી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, આરોગ્ય ટીમ ,ગ્રામજનો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!