
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડિવાઇડર રોડમાં તિરાડો પડતા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરાઇ
સારો અને ગુણવત્તા યુક્ત રોડ સત્વરે બનાવવા જવાબદાર કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરાઈ
નગરપાલિકામાં 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મુકાયા
ઝાલોદ તા.19
ઝાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાના નેતૃત્વમાં આપ દાહોદ લોકસભા સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા ,પ્રદેશ પ્રવકતા જયેશભાઇ સંગાડા ઉપસ્થિતિમાં નગરપાલિકા ચીફ ઓફિસરની કચેરી માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરી
જેમાં અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું કે હાલ ઝાલોદ શહેર નો મુખ્યમાર્ગ RCC બની રહ્યો છે જેમાં બિલકુલ હલકી ગુણવત્તા વાપરવામાં આવી છે..આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી કામમાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવામાં આવે અન્યથા આપ પાર્ટી દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે.
આપના રાજ્ય સચિવ અને પરદેશ પ્રવકતા જયેશભાઇ સંગાડાએ જણાવ્યું કે ઝાલોદ નગરજનો ના ટેક્ષના પૈસા વેડફાઈ રહ્યા છે…27 વર્ષના શાશન પછી પણ ઝાલોદ શહેરના રસ્તા બિસ્માર હાલતમાં છે…ખુલી ગટરોનું સામ્રાજ્ય છે..પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી…27 વર્ષના શાસન પછી પણ નગરપાલિક વિકાસ કામોથી વંચિત છે. આવનાર સમયમા નગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી લડશે અને નગરપાલિકા જીતશે અને આવનાર 6જ મહિનામાં તમામ સમસ્યાઓ નું નિવારણ કરશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.