
રિપોર્ટર :- દક્ષેશ ચૌહાણ
ઝાલોદ નગરપાલિકામાં વિકાસના કામોને કોરાણી મૂકી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા…
રણીઘણી વગરની નગરપાલિકામાં ચૂંટણીને લઇ અનેરો ઉત્સાહ…
ઝાલોદ નગરમાં સમસ્યાઓની ભરમાર: પાયાની પ્રાથમિક સુવિધાઓથી નગરજનો વંચિત..
દાહોદ તા.30
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો મેદાનમાં ઉતરશે તેવા એંધાણ છે હાલનાં ચાલુ નગરપાલિકાનાં કાઉન્સિલરોથીં નગરનાં વિવિધ વિસ્તારોના વિકાસના કામો ન થતાં નગરજનોમાં નારાજગી જોવાં મળી હતી.?
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીના ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે.ત્યારે ચુંટણીમાં ઉભા રહેવા માટે અનેક વિસ્તારોમાં અનેક નવા નામોની પણ ચર્ચાઓ થતી હોય છે ત્યારે જોવાનું રહ્યું કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં નગરજનો દ્વારા કેવાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે.?ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીનાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકાની ખુરશી ઉપર બેસવા માટે અનેક મોટા માથાઓ કમરકસી રહ્યા છે ત્યારે ઝાલોદ નગરપાલિકાની ખુરશી કોનાં ભાગે જશે તે તો જોવાનું રહ્યું.?ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં જઈને પોતાને જીતવા માટે અવનવી વાતો ને વિકાસના કામો કરીશું તેવા વાયદાઓ કરતા હોય છે નગરજનો તેમના ઉપર વિશ્વાસ મુકીને ચુંટીને લાવતાં હોય ત્યારે નગરજનોમાં એક માંગણી હોય છે કે ઝાલોદ નગરનો વિકાસ થશે ખરો કે પછી ચાલુ કાઉન્સિલરો જેમ પાલિકાની તિજોરી તળીયા ઝાટક કરી એમ ફરીથી નવાં ચૂંટાઇને આવશે તે પણ પાલિકાની તિજોરી તળીયા ઝાટક કરવા માટે તો નથી આવતાં ને કે પછી નગરનાં હિતમાં વિચારશે ખરાં કે પોતાના ઘરો નો વિકાસ કરશે તે તો આવનારો સમય બતાવશે.?
ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોની કાયમી ધોરણે સમસ્યાઓ દૂર થશે ખરી તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.
ત્યારે ઝાલોદ નગરપાલિકાના વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીની સમસ્યાનો ઉકેલ, વિવિધ વિસ્તારોમાં લાઇટ બંધ હોવાથી અનેક લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, અનેક વિસ્તારોમાં રોજ ગટરોની સાફસફાઈની સમસ્યાઓ , તૂટેલાં રોડની સમસ્યાઓ, ભૂગર્ભ ગટરનુ પાણી રોડ ઉપર ઉભરાવાની સમસ્યાઓ, નગરપાલિકા વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં પાકાં રસ્તાઓ નથી ત્યાં પાકાં રસ્તાઓનો અભાવ અનેક વિસ્તારોમાં ગટર લાઇન નથી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે નગરજનોને ત્યારે અનેક સુવિધાઓથી વંચિત કેમ.? ઝાલોદ નગરપાલિકામાં વિકાસના કામો માટે 15 નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવેલા કરોડ રૂપિયા નગરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો માટે ગ્રાંટ ફાળવણી થતી હોય છે ત્યારે આ ગ્રાંટ ક્યાં વિકાસના કામો માટે ઉપયોગમાં લેવામાં આવી છે તે તો અકબંધ છે ત્યારે અનેક કાઉન્સિલરો દ્વારા એવું કહેતા હોય છે કે અમે નગરનો વિકાસ કર્યો પણ નગરજનોમાં દ્વારા એવું પણ ચર્ચા રહું છે કે ખાલી કાઉન્સિલરો એ તેમના ઘરો નો જ વિકાસ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા ચાલુ કાઉન્સિલરો ઉપર લગાવામાં આવ્યા કે પછી 15 માં નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વિકાસના કામોમાં કરવામાં આવ્યા છે તે નગરજનોમાં એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતોઝાલોદ નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક મોટા માથાંઓ પોતાનાં ઉમેદવારોને મેદાનમાં ઉતારશે ત્યારે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને લઇને નગરમાં અનેક ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે ત્યારે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરમાં ગરમાવો જોવાં મળી રહ્યો છે ત્યારે ઝાલોદ નગરનાં વિવિધ વિસ્તારોમાં ચાલુ કાઉન્સિલરો અને નવાં ઉમેદવારો અંદર ખાનગી મિટિંગો કરતા હોય છે ત્યારે ઝાલોદ નગરમાં અવનવા લોકોનાં નામો સામે આવતા નગરપાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો આવનારો સમય બતાવશે.? ઝલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ચાર પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતરશે જેમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી, અપક્ષ તેમ ચાર પક્ષ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરશે ત્યારે ક્યો પક્ષ નગરપાલિકાની સત્તા મેળવશે તે તો આવનારો સમય બતાવશે.?ઝાલોદ નગરના નગરજનો પોતાના વિસ્તારના વિકાસના કામો અને નગરનું હિતમાં વિચારશે તો સારો ઉમેદવાર જીતશે તો નગરનો વિકાસ થશે ત્યારે ઈચ્છતા હોય તો સારાં અને લિડર નગરને પોતાનું સમજી વિકાસ કરે તેવા સ્વચ્છ પ્રતિભા ધરાવનાર લોકોને જ વિવિધ પાર્ટીઓ મેન્ડેટ આપે તો જ નગરજનો પાર્ટીના મેન્ડેટ ઉમેદવારોને વોટ આપશે નહિં તો અપક્ષ ઉમેદવારો જીતીને સરકાર બનાવશે તો નવાઈ ની વાત નહીં લોદ નગરપાલિકામાં અનેક વિકાસના કામો માટે વિવિધ ટેન્ડરો કરવામાં આવતા હોય છે ત્યારે ટેન્ડરોમાં અમુક કોન્ટ્રાક્ટરો દ્વારા કામો કરવામાં નથી આવતાં અને કાઉન્સિલરો દ્વારા કામો કરવામાં આવતા હોય છે પણ હલકી ગુણવત્તાવાળા કામો કરવામાં આવતા હોય છે તેવું સામે પણ આવતું હોય છે ત્યારે ઝાલોદ નગરપાલિકામાં પાંચ વર્ષ સુધી આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વિકાસના કામો માટે વાપરવામાં આવી છે તેની એક જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી છે ત્યારે જોવાનું રહું કે ઝાલોદ નગરપાલિકાની વિવિધ વિસ્તારોમાં થયેલા વિકાસના કામોની સાંચી વાસ્તવિકતાઓ બતાવી શકશે ખરી ઝાલોદ નગરપાલિકા તે તો જોવાનું રહ્યું આમ આખાં દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો