Thursday, 03/04/2025
Dark Mode

ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં હાઈ વૉલ્ટેજ ડ્રામાનો અંત:ડો.મિતેશ ગરાસીયાએ બાગીઓને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી….

November 18, 2022
        1957
ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં હાઈ વૉલ્ટેજ ડ્રામાનો અંત:ડો.મિતેશ ગરાસીયાએ બાગીઓને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી….

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં હાઈ વૉલ્ટેજ ડ્રામાનો અંત:ડો.મિતેશ ગરાસીયાએ બાગીઓને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી….

બગાવતી બનેલા કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓના કૉંગેસ દ્વારા રિસામણા મનામણા પૂર્ણ થતા ઘીના ઠામમાં ઘી ઢોળાયું.

દાહોદ તા.18

ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં હાઈ વૉલ્ટેજ ડ્રામાનો અંત:ડો.મિતેશ ગરાસીયાએ બાગીઓને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી....

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત સાથે કોંગ્રેસમાં ભડકો થયો હતો. જે બાદ વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવનાર કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારોએ ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ કર્યોં હતો. તેમજ સામૂહિક રાજીનામાં તેમજ અપક્ષ માં દાવેદારી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખે અપક્ષમાં દાવેદારી પણ નોંધાવી હતી. પરંતુ રાજકારણમાં કશું અશક્ય હોતું નથી. તેમજ ઘડીએ ઘડીએ સમીકરણો બદલાતા હોય તેમ ઝાલોદ વિધાનસભા બેઠક પર થયેલો હાઈ વૉલ્ટેજ ડ્રામા આજે અંત આવ્યો છે.કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારના વિરોધમાં નારાજ થયેલા તમામ હોદ્દેદારોને ઉમેદવાર દ્વારા મનાવી લેતા ઘીના ઠામમાં ઘી ઢોળાયો હોય તેમ ચાલો વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તમામ હોદ્દેદારો હવે જાહેર કરાયેલા ઉમેદવારના સમર્થનમાં આવી જતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી છે.

ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં હાઈ વૉલ્ટેજ ડ્રામાનો અંત:ડો.મિતેશ ગરાસીયાએ બાગીઓને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા સાંપડી....

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આજે ઉમેદવારના ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ હોય આજે વધારાના ડમી ફોર્મ તેમજ મેન્ટેડ વગરના ફોર્મ રિજેક્ટ થતા હવે રાજકીય પક્ષો તેમજ અપક્ષના ઉમેદવારો ના ફોર્મ એક્સેપ્ટ થયા છે. જોકે હાલ ફોર્મ ખેંચવાના બે દિવસ બાકી છે. તારા આગામી બે દિવસ બાદ દાહોદ જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ તમામ બાબતોની વચ્ચે દાહોદ જિલ્લાની હોટ સીટ તેમજ રાજકારણમાં લીટમેસ ટેસ્ટ ગણાતી ઝાલોદ વિધાનસભા બેઠક પર દર વખતે હાઈ પ્રોફાઈલ તેમજ ખરાખરીનો જંગ જામતો હોય છે. એવું જ કંઈક ચિત્ર આ વખતે પણ સર્જાયો હતો. ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ડોક્ટર મિતેશ ગરાસિયા ને ટિકિટ ફાળવતા ઝાલોદ કોંગ્રેસ સમિતિમાં ભડકો થયો હતો. હવે ત્યારબાદ શરૂ થયો હતો હાઈ વૉલ્ટેજ ડ્રામા. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ડોક્ટર મિતેશ ગરાસિયાના વિરોધમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશ ડાંગી, યુથ નેતા સંજય નીનામા તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત 21 જણાએ ટિકિટની માંગણી કરી હતી.પરંતુ ડોક્ટર મિતેશ ગરાસીયા ને ઉમેદવાર જાહેર કરતા ઉપરોક્ત તમામ સંગઠનના હોદ્દેદારોએ ભારે નારાજગી સાથે દાહોદ કોંગ્રેસ મુખ્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ મોવડી મંડળ મોટી સંખ્યામાં પહોંચી ઉમેદવાર બદલવાની ઉગ્ર માગણી કરી હતી.જો ઉમેદવાર નહીં બદલાય તો સામૂહિક રાજીનામાં તેમજ અપક્ષમાં દાવેદારી કરવાની પણ બાગીઓએ તૈયારી બતાવી હતી. પરંતુ રાજકારણમાં કશું અશક્ય હોતું નથી. રિસામણા મનામણાની વચ્ચે સમીકરણો ક્યારે બદલાય છે. તે પણ કશું કહેવાતું નથી તેમ ઝાલોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર મિતેશ ગરાસીયા તેમજ કોંગ્રેસના મોવડીમંડળ દ્વારા નારાજ થયેલા સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને મનાવવામાં સફળતા સાંપડી હતી. જેમ ઘીના ઠામમાં ઘી ઢોળાયો હોય તેમ બધા ભેગા થતા ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં અંદરો અંદર શરૂ થયેલો હાઈ વૉલ્ટેજ ડ્રામાનો પણ આજે અંત આવ્યો છે. કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી આ બેઠક પર છેલ્લે ભાવેશ કટારા ધારાસભ્ય હતા પરંતુ તેઓએ રાજીનામું આપી કેસરિયો ધારણ કરતા સમીકરણો ઘણા બધા બદલાયા છે. જોકે આ તમામની વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટી પણ ઝાલોદ વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરી છે. જેને જોતા જિલ્લાની હોટ સીટ તેમજ હાઈ પ્રોફાઈલ ગણાતી આ બેઠક પર ખરાખરીનો રસપ્રદ જામશે એ હાલના તબક્કે જોવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!