
ઝાલોદ વિધાનસભા બેઠક પર સસ્પેન્સનો અંત:બીજેપી ઉમેદવાર તરીકે મહેશભાઇ ભુરીયા જાહેર કરાયા..
ઝાલોદ વિધાનસભા બેઠક પર હવે ભાજપ તરફથી મહેશભાઈ ભૂરિયા તેમજ કોંગ્રેસ તરફથી મિતેશ ગરાસીયા વચ્ચે ચૂંટણી મેદાનમાં બાથ ભીડશે
આ વખતે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી બીટીપી સહિત અને રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવસે..
દાહોદ તા.15
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકી રહેલા 22 પૈકી 16 ઉમેદવારોની યાદી જાહેર કરી.જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ઝાલોદ અને ગરબાડા વિધાનસભા બેઠકો બીજેપીના ઉમેદવારને નામની ઘોષણા બાકી હોવાથી સો કોઈ અસમંજસમાં મુકાઈ ગયા હતા.પરંતુ બીજેપી દ્વારા અંતિમ ક્ષણોમાં વધુ 18 નામોની યાદી જાહેર કરી હતી. જેમાં 130 ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઇ ભુરીયાની પસંદગી કરવામાં આવી.ઝાલોદ વિધાનસભાના તમામ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે બીજેપીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ ફટાકડા ફોડી મહેશ ભુરીયાને અભિનંદન આપ્યા હતા.