
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં ૧૫ ઉમેદવારોના ભાવી આજરોજ નક્કી થશે
ઝાલોદ એપીએમસીની ચુંટણી શાંતિપુર્ણ માહૌલમાં સંમ્પન્ન
દાહોદ તા.૦૧
ઝાલોદ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે વિવિધ વિભાગોની ચૂંટણી યોજવાની કામગીરી આજે તા. ૦૧ / ૦૯ / ૨૦૨૨ ને ગુરૂવારના રોજ ચાલુ થઈ ગઈ હતી જેને લઈને રાજકીય ગરમાવો તેજ બનેલો જાેવા મળ્યો હતો. એપીએમસીમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ સંઘ વિભાગની ચૂંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગમાં ૧૦ બેઠક માટે ૨૦ ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.
વેપારી વર્ગમાં ૪ બેઠક માટે ૮ ફોર્મ ભરાયા હતાં અને સહકારી વેચાણ સંઘ માટે ૧ બેઠક માટે ૨ ફોર્મ ભરવામાં આવ્યા હતાં. આજે ચાલુ થયેલ ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓ બાબુભાઈ કટારા, બી.ડી. વાઘેલા અને મહેશભાઈ ભુરીયા પોતાની પેનલને જીતાડવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે . ઝાલોદ એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાંયલો જાેવા મળ્યો હતો. આ ચૂંટણીમાં કુલ ૪૮૭ મતદારો ૧૫ ઉમેદવારો નું ભાવી નક્કી કરશે અને પોતાના ચહિતા ઉમેદવારને જીતાડવા માટે મતદાતાઓની લાંબી લાઈન સવારથી જ જાેવા મળી હતી. આજની એપીએમસીની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય એના માટે એપીએમસી માર્કેટના ગેટથી માંડી ગામડી ચોકડી સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝાલોદ એપીએમસ ચૂંટણીના પડઘા વિધાનસભામાં પણ જાેવા મળનારા હોવાનું હોવાથી એપીએમસી કબજે કરવા નેતાઓમાં રીતસરની હોડ જામેલી જાેવા મળી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા એપીએણસીની ચુંટણીનું પરિણામોની રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સાબિત થશે એવું જાણવા મળી રહ્યું છે. તમામ ઉમેદવારોનું ભાવી મશીનમાં સીલ થઈ ગયું છે. આજરોજ તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ ઝાલોદ એપીએમસીની ચુંટણીનું પરિણામ જાહેર થનાર છે.