દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
તસ્કરોનો આતંક:ઝાલોદના મુવાડામાં તસ્કરો ગોડાઉનના તાળા તોડી 1.21 લાખની માલમત્તા તેમજ DVR ચોરી ગયા
દાહોદ તા.૨૧
રાત્રીના સમયે ઝાલોદ મુવાડામાં ત્રાટકેલા તસ્કરોએ વિશ્વકર્મા મંદીરની સામે આવે ઈલાસ્ટીક ઈન્ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રા. લીમીટેડના ગોડાઉનને નિશાન બનાવી વકરાની રોકડ તથા ડી.વી.આર.મળી રૂપિયા ૧.૨૬ લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૧૮-૩-૨૦૨૩ ની રાતથી તા. ૨૦-૩-૨૦૨૩ ની વહેલી પરોઢના પાંચ વાગ્યા સિુધીના સમય ગાળામાં ઝાલોદ મુવાડામાં ત્રાટકેલા તસ્કરોએ વિશ્વકર્મા મંદરની સામે આવેલ ઈલાસ્ટીક ઈન્ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રા. લીમીટેડના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને સટરને મારેલ તાળા તોડી તસ્કરો ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને માલ સામાનની ડિલીવરીના વકરાના રૂપિયા ૧,૨૧,૫૮૦ની રોકડ તથા રૂા. ૫૦૦૦ની કિંમતમનું ડીવી.આર. મળી રૂપિયા ૧,૨૬,૫૮૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ઈલાસ્ટીક ઈન્ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રા. લીમીટેડના દિપકભાઈ સરજુ પ્રસાદ દુબેએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ તથા એફ.એસ.એલની મદદની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.