
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જેલ ભેગો કર્યો..
ગરબાડા તા.24
ગરબાડા પોલીસ સ્ટેશનના એક ગુનામાં તેમજ ધાનપુર પોલીસ મથકના બે ગુનામાં સંડોવાયેલા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં જેસાવાડા પોલીસને સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરસોડા ના રહેવાસી કિશનભાઇ નગજીભાઈ ભાભોર ગરબાડા પોલીસ મથકના એક ગુનામાં તેમજ ધાનપુર પોલીસ મથકના બે ગુનામાં એક વર્ષ પૂર્વે થયેલા ઘરચોરીમાં સામેલ હોય તેમ જ છેલ્લા એક વર્ષથી આ ગુનામાં વોન્ટેડ હતા જેને બાતમી જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ ના એન.એમ રામી ના નેતૃત્વમાં જેસાવાડા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે કિશનભાઇ ઘરે આવ્યા છે બાતમીના આધારે જેસાવાડા પોલીસે કિશનભાઇના ઘરે ધરોડા પાડે તેઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા..