ગરબાડા નગરમાં ગત રાત્રી ના ભવ્ય ભાતીગળ રંગ કસુંબલ લોકડાયરામાં માનવ મહેરામણ ઉમટયુ કમલેશ બારોટ અને દિવ્યાબેન ઠાકોરે ડાયરાની રમઝટ જમાવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા નગરમાં ગત રાત્રી ના ભવ્ય ભાતીગળ રંગ કસુંબલ લોકડાયરામાં માનવ મહેરામણ ઉમટયુ કમલેશ બારોટ અને દિવ્યાબેન ઠાકોરે ડાયરાની રમઝટ જમાવી

પ્રાપ્ત વીગતો અનુસાર ગરબાડા નગરમાં વર્ષો બાદ ભવ્ય ભાતીગળ રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કુમાર શાળાના પટાંગણમાં  તારીખ ૨૩ એપ્રિલ ના રોજ કરવામાં આવ્યું હતું

 

આ લોક ડાયરામાં ગુજરાતના જાણીતા માનીતા અને લોકપ્રિય પ્રસિદ્ધ કલાકાર કમલેશ બારોટ હમીર ગઢવી દિવ્યબેન ઠાકોર એ ડાયરાની જમાવટ કરી હતી અને આ ડાયરામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ગામ ના સરપંચ અશોકભાઈ જિલ્લા સભ્ય તાલુકા સભ્યો સહિત હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં ટીમલી ગાયક કલાકાર કમેશ બારોટ ઉપર પૈસા નો વરસાદ થયો હતો અને આ ડાયરનું આયોજન કરનાર માનસિંગ ભાઈ ડામોર નો તમામ કલાકાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

Share This Article