આગના બનાવમાં સહાય : ગરબાડામાં મકાનના આગના બનાવમાં પીડિત પરિવારને તાલુકા પંચાયત દ્વારા સહાય અર્પણ કરાઇ.

Editor Dahod Live
1 Min Read

આગના બનાવમાં સહાય : ગરબાડામાં મકાનના આગના બનાવમાં પીડિત પરિવારને તાલુકા પંચાયત દ્વારા સહાય અર્પણ કરાઇ..

ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખના હસ્તે પીડિત પરિવારને ચેક અર્પણ કરાયો

રાહુલ ગારી:ગરબાડા

ગરબાડા તા.31

ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં તારીખ 4 જાન્યુઆરીના રોજ મકાનમાં અને દુકાનમાં અગમ્ય કારણે આ ભબુકતા સિલિન્ડર ફાટ્યો હતો જેમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ઘરવખરી તેમજ દુકાનનો સામાન મળીને ખાસ થઈ જવા પામ્યો હતો જે શોર્ટ સર્કિટ નો તાલુકા પંચાયત દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અને સહાય માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે આ પીડિત પરિવારને તાલુકા પંચાયત દ્વારા સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ના હસ્તે પીડીત પરિવારને રૂપિયા એક લાખ 80 હજારનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Share This Article