રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ચંદલા ગામે ખેતરોમાં લાગી આગ:ઘઉંનો પાક બળીને ખાખ,
ગામના છ ખેતરોમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને રાખ, ખેડૂતોને વ્યાપક નુકસાન: આગ લાગવાનું કારણ અકબંધ
ગામના ખેતરમાં લાગેલી આગ આકસ્મિક કે માનવ સર્જિત ષડયંત્ર..?? ચર્ચાતો સવાલ
ગરબાડા તા.18
ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે વેડ ફળીયામાં રહેતા ભારતભાઈ મકનાભાઈ બદુભાઈ દિતાભાઈ અને લાલાભાઈ મકનભાઈ માનસિંગ પરથીભાઈ અભેસિંગ પરથી કસનાભાઈ દિતાભાઈ રત્નાભાઈ દિતાભાઈ ના છ ખેતરોમાં આગ લાગતા ઘઉં નો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો
આગ લાગવાની જાણ થતાં ગામ લોકો સહિત સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગામ ચદલા ખાતે અચાનક ખેતરમાં લાગેલી આગમાં ઘઉંનો છ લોકોનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો આગ લાગવાની જાણ ખેતરના માલિકને થતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી
આમ ઘઉંના ખેતરમાં લાગેલી આગમાં ઘઉં તૈયાર પાક બળી જતા ખેતર ના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં તંત્ર દ્વારા તેમને સહાય આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી
