
ગરબાડામાં ચાર વર્ષથી પાસા વોરંટમાં ફરાર થયેલા મધ્યપ્રદેશના બુટલેગરને દાહોદ પોલીસે ઝડપ્યો: સુરતની લાજપોર જેલમાં ધકેલાયો…
હોળીના તહેવાર ટાણે ગુનેગારો વતન આવતા હોય દાહોદ પોલીસ નું રાત દિવસ કોમ્બિંગ…
દાહોદ તા.06
દાહોદ જિલ્લાના ગરબાડામાં ચાર વર્ષથી પાસા વોરંટ ફરારી આંતરરાજ્ય બુટલેગર મધ્યપ્રદેશના આરોપીને એલ.સી.બી.એ દાહોદની ગરબાડા ચોકડીથી ઝડપી પાડી પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
જિલ્લાના દારૂ બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા તેમજ અગાઉના પેન્ડીંગ પાસા વોરંટની બજવણી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને એલ.સી.બી.ટીમ કાર્યરત હતી.
તે દરમિયાન ગરબાડા પોલીસ મથકમાં દારૂના ગુનામા સંડોવાયેલ મધ્યપ્રદેશના બુટલેગર વિરુધ્ધ દાહોદ કલેકટરે 2019માં પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ તેની અટકાયત કરવાનો હુકમ કરવામાં આવેલો આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરના સણદાગામનો રાજેન્દ્રસિહ છત્રસિંહ ગણાવા દાહોદની ગરબાડા ચોકડી ઉપર આવવાનો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. એમ.એલ.ડામોર, પોસઇ જે.બી.ધનેશા તથા સ્ટાફના રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, ભરતભાઇ સોમાભાઇ છત્રસિંહ કોદરભાઇ, કરણભાઇ બચુભાઇ, જશપાલસિંહ નરેન્દ્રસિંહ સહિતની ટીમે વોચ ગોઠવી દાહોદ ગરબાડા ચોકડીથી ઉપરથી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરી જરૂરી પોલીસ જાપ્તા હેઠળ પાસામાં સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો હતો.