
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને પોલીસે વેપારીઓની દુકાનો પર ઓચિંતી ચેકિંગ હાથ ધરાઈ..
ગરબાડા તા.09
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક અને દાહોદ ASP ની સૂચના અનસાર દાહોદ માં ચાઈનીઝ દોરીનું વેપાર કરતા વેપારીઓને ચાઇનિઝ દોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા નગરમાં પતંગ બજારમાં જઈ દુકાનોની તલાસી લઈ ચાઇનિઝ દોરીનો વેચાણ ન કરવા વેપારીઓને સખ્ત વોર્નિગ આપવામાં આવી અને સાથે સાથે જો વેપારી જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરશે તો એ વેપારી પર કાયદેસરની કાર્યવાહી ગરબાડા પોલીસ દ્વારા કરવામાં આવશે ચાઇનિઝ દોરીના કારણે ભૂતકાળમાં લોકોના મૃત્યુ થયા છે અને દર વર્ષે હજારો પક્ષીઓને પણ જીવ ગુમાવવું પડતું હોય છે જેના કારણે જો ચાઈનિઝ દોરીનો ઉપયોગ કરનાર અને વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી ગરબાડા પોલીસ દ્વારક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.