
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ગુનાના ૨૬૬ થી વધુ કેસો નોંધાયા..
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાની ગરબાડા પોલીસે એક વર્ષમાં વિવિધ ગુન્હાઓમાં ૨૬૬ કેસો પોલીસ મથકે નોંધાંવા પામ્યાં છે. ગરબાડા તાલુકામાં દિનપ્રતિદિન ગુન્હાઓ વધી રહ્યાં છે ત્યારે ગરબાડા પોલીસ દ્વારા ગુન્હેગારોને પકડી પાડી જેલ ભેગા કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગરબાડા તાલુકામાં ગુન્હાહીત પ્રવૃતિઓમાં ઘટડો થઈ શકે છે.
ગરબાડા પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ગુનાના ૨૬૬ થી વધુ કેસો નોંધાયા હતા જેમાં દારૂના ૨૧૦ તેમજ ચોરીના ત્રણ અને ઘરફોડ ચોરીના ચાર કેસ નોંધાંયા હતાં. પાછલા એક વર્ષમાં બે મર્ડર ના તેમજ પોકસો હેઠળ ૧૩ કેસો નોંધયા હતા અને એક વાહન ચોરીનો પણ કેસ નોંધાયો હતો જે ગરબાડા પોલીસ ના પટાંગણમાંથી ફોરવ્હીલર ગાડી ની ચોરી થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મારામારીની ગુન્હાની વાત કરીએ તો ૩૩ કેશો નોંધાયા હતા આમ પાછલા એક વર્ષ એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ ગરબાડા પોલીસ મથકમાં ૨૬૬ કેસ નોંધાયા હતા. ગરબાડા નગર તાલુકામાં ગુન્હાહીત પ્રવૃતિઓ વધવા માંડી છે. ગરબાડા તાલુકામાંથી વિવિધ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે નાસતા ફરતાં આરોપીઓને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
——————-