
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નવાનગર બાટણપુરા રોડ ઉપર છકડા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલ્ટી માર્યો: પાંચ થી છ પેસેન્જર ઇજાગ્રસ્ત…
ડોબેણુ ગામના લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા નવા ફળિયા ખાતે સારવાર માટે ખસેડાયા
તા.01
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નવા નગર બાટણપુરા રોડ ઉપર નવા નગરથી પેસેન્જર ભરીને આવી રહેલો એક છકડો ગાંગરડી તરફ આવતો હતો.તે દરમિયાન છકડાના ચાલકે નવા નગર બાટણપુરા રોડ નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પેસેન્જર ભરેલ છકડો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. જેના પગલે છકડામાં સવાર પેસેન્જરને ઇજા પહોંચતી હતી. જેમાં ચારથી પાંચ પેસેન્જરને વધુ ઇજાઓ થવાના કારણે 108 મારફતે સારવાર માટે સરકારી દવાખાને નવા ફલીયા ખસેડવામાં આવ્યા હતા.