
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં તાલુકા શાળાની બહાર દૂષિત પાણીના ખાડામાં બાળક પડ્યા હોવાના અહેવાલ પ્રસારિત થયાં બાદ તંત્ર સફાળું જાગ્યો:જેસીબી દ્વારા ખાડાનું પુરાણ કરાવ્યું..
ગરબાડા તા.29
ગરબાડા તાલુકાની કુમાર શાળાનું બાળક રમતું રમતું ગટરના દૂષિત પાણીના ખાડામાં પડયું હતું. જોકે બાળક દૂષિત પાણી ભરેલા ખાડામાં પડ્યો હોવાની બૂમાબૂમ થતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ખાડામાં પડેલ બાળકને બહાર કાઢ્યુ હતું. જે બાદ આ બનાવ સમાચાર પત્રમાં પ્રસારિત થયા બાદ ગરબાડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ સફાળા જાગેલા તંત્રે જેસીબી વડે ખાડાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેમજ TPO આર.એ. ગડેરિયા તાલુકા.પ્રાથમિક શિક્ષણાધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા અને પગલાં લેવા માટે સૂચન કર્યા હતા..
બે દિવસ અગાઉ દાહોદ તાલુકાના રામપુરામાં શાળાનો ગેટ બાળકી ઉપર પડતા ગંભીર ઇજાઓના કારણે બાળકીનું મોત થયું હતું.જે બનાવમાં શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ પાણી વહી ગયા બાદ પાળ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી ત્યારે આવી જ એક ઘટના ગરબાડામાં પણ બની હતી જેમાં શાળાની બહાર આવેલ ગટરના દૂષિત પાણીના ખાડામાં રમતા રમતા એક બાળક પડી ગયું હતું.જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ગઈકાલે બનેલી ઘટનાને લઈને તંત્ર એકશનમાં કુમાર શાળાની આગળ પડેલા ખાડા જેસીબી થી પુરાવ્યા હતા.