
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની કુમાર શાળાનું બાળક રમતા-રમતા ગટરના દૂષિત પાણીના ખાડામાં ખાબક્યું:સદનસીબે જાનહાની ટળી
બૂમાબૂમ થતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ખાડામાં પડેલ બાળકને બહાર કાઢ્યું
ગરબાડા તા.28
ગરબાડામાં બે દિવસ અગાઉ રામપુરામાં શાળાનો ગેટ બાળકી ઉપર પડતા ગંભીર ઇજાઓના કારણે બાળકીનું મોત થયું હતું જો કે ઘટના બન્યા બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ પાણી વહી ગયા બાદ પાળ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી ત્યારે આવી જ એક ઘટના ગરબાડામાં પણ બની હતી જેમાં શાળાની બહાર આવેલ ગટરના દૂષિત પાણીના ખાડામાં રમતા રમતા એક બાળક પડી ગયું હતુંજો કે સદનસીબે આ ઘટનામાં જાન હની ટળી હતી
ગરબાડા તાલુકા કુમાર શાળા ની બહાર આવેલ મેદાનમાં અવારનવાર સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે જેમાં જમણવાર પણ થતો હોય છે જે જમણવારનો દૂષિત પાણીનો નિકાલ કરવા માટે અહીંયા લાંબા સમયથી ખાડા ખોદેલા હતા જે ખાડામાં ઘાંચીવાડ વિસ્તારનું ગટરના અભાવે દૂષિત પાણી પણ જતું હોય છે અને તે દૂષિત દુર્ગંધ મારતા ખાડામાં આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ બપોર 3.40 ના સમયે પહેલા ધોરણમાં માં અભ્યાસ કરતો બાળક રમતો રમતો ખાડામાં પડી ગયો હતો ઘટના બનતા બૂમાબૂમ થતાઆ બાળકને ખાડામાં પડેલ જોઈ ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તેને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જોકે સદ નસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી બાળક ખાડામાં પડવાની જાણ શાળાના બાળકો દ્વારા આચાર્યને કરવામાં આવી હતી આચાર્ય દ્વારા આ ખાડા પુરવા બાબતે ગામના સરપંચને પણ જાણ કરવામાં આવી હતી અને ખાડાને વહેલી તકે પૂરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.