
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા કુમાર શાળામાં ચોરીના બનાવના પગલે નવીન CCTV કેમેરા ગોઠવાયા..
તારીખ : ૨૨
આજે તારીખ 22 ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે નવીન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્ય ચંદાબેન મુકેશભાઈ અને તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગતરોજ કુમાર શાળા ખાતે ચોરીનો પણ બનાવ બન્યો હતો જેમાં શાળાના કમ્પાઉન્ડમાં કરેલ બોરની મોટર પણ અજાણ્યા ચોર ઈસમો દ્વારા મોટરની ચોરી કરવામાં આવી હતી જેની જાણ ગરબાડા પોલીસ મથકે પણ કરાઇ હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ચોરીના બનાવ બન્યા ના 24 કલાકની અંદર જ તાલુકા પંચાયત અને તાલુકા સભ્ય દ્વારા નવીન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી