
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ચંદલા આશ્રમશાળા ખાતે ચૂંટણીમાં થયેલ હારની સમીક્ષા માટે પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં મનોમંથન બેઠક યોજાઈ
ગરબાડા તા.22
આજે તારીખ 22 ડિસેમ્બર ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષતામાં ચંદલા આશ્રમશાળા ખાતે મનોમંથન બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં કોંગ્રેસ ની ક્યાં કારણો હાર થઈ છે તેમજ હારના કારણો અને આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી ને કઈ રીતે મજબૂત કરવી અને શું કરવું તેની ચર્ચા ની સાથે જ મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પટેલ તેમજ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમીલાબેન ભુરીયા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા