રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ખાતે 84 માં સ્થાપના દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ
ગરબાડા તા.01
ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે 84 માં શાળા સ્થાપના દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે સરપંચ શ્રી અશોકભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રજિતસિંહ રાઠોડ, ડોક્ટર ધનલક્ષ્મીબેન બી. રાઠોડ, એસએમસી સભ્યો, વાલીગણ,ગ્રામજનો, વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે શાળાની જમીનના દાતાશ્રી ના પરિવારજનોનું સન્માન, શાળાની વિદ્યાર્થીની ના વાલી તરફથી કેક, વિદ્યાર્થીની પરમાર મહેક દ્વારા કેક કટીંગ, એસએમસી સભ્યો દ્વારા વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન, ડોક્ટર ધનલક્ષ્મીબેન બી.રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને કપ કેક નું વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી આનંદ અને ઉલ્લાસપૂર્વક સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
