
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
પાટવેલ થી ફતેપુરા જીવના જોખમે અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ
ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામથી ફતેપુરા ગામે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને એસટી બસના અભાવને લીધે જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ કરવા માટે મજબુર બનવું પડે છે પાટવેલ પીપલારા અને બારસાલેડા ગામના વિદ્યાર્થીઓ શાળાનો જવા માટેનો સમય સાચવવા માટે ખાનગી વાહનોમાં બેસીને જીવના જોખમે અપ ડાઉન કરી રહ્યા છે તો શાળાના સમય દરમિયાન સવાર સાંજ બે સમય દરમિયાન પાટવેલ ગામ કે જે રાજસ્થાનના હદ પર આવેલ છે પાટવેલ ગામથી ફતેપુરા અને ફતેપુરા થી પાટવેલ ગામ સુધી શાળાના સમય દરમિયાન એસટી બસ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે ઘેટા બકરાની જેમ ખાનગી વાહનોમાં બેસીને અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે