ફતેપુરા તાલુકાના કુંડલામાં શ્રાવણીયા જુગારધામ પર પોલીસનો છાપો:ચાર શકુની ઝબ્બે
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુંડલા ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨,૬૦૦ સાથે ચારેય જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી ઓગષ્ટના રોજ સુખસર પોલીસને મળેલ બાતમીના આધારે કુંડલા ગામે ઉમરીયા ફળિયામાં જાહેરમાં રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમતાં સામજીભાઈ ગંગજીભાઈ ડામોર, મનુભાઈ મેઘજીભાઈ ડામોર, અલ્કેશભાઈ સબુરભાઈ નિનામા અને અંકિતભાઈ રમેશભાઈ સુવરને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨,૬૦૦ની રોકડ સાથે ઝડપી પાડી સુખસર પોલીસે ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————-
