રાજેશ વસાવે :- દાહોદ
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરોનો હાથફેરો: 7000 ના માલમત્તાની સાફસૂફી
ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના સાગડાપાડાં ગામે ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ કરિયાણાની દુકાનને નિશાન બનાવી તેમાંથી સરસામાન તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી નાસી છૂટ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા નવાધરા ફળિયાના રહેવાસી નરેશભાઈ વાકલાભાઈ ગરાસિયાની કરિયાણાની બંધ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં મૂકી રાખેલા કરિયાણાનો સર સામાન તેમજ રોકડ રકમ મળી 7,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા
ઉપરોકત બનાવ સંદર્ભે નરેશભાઈ વાકલાભાઈ ગરાસિયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સુખસર પોલીસે અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે