રાજેશ વસાવે :- દાહોદ
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ: ઉપસરપંચ મનોજ કલાલને સરપંચ નો ચાર્જ સોંપાયો
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્થળ પર કામ કર્યા વગર સરકારી નાણાની ઉચાપત મામલે ઉચ્ચ સ્તરેથી રજૂઆતો કર્યા બાદ ગેરરીતિઓ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય..
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ
ફતેપુરા/દાહોદ તા.22
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગેરરીતિઓ સાબિત થતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓને પદ પરથી સસ્પેન્ડ કર્યા ના આદેશ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફતેપુરા ગામ પંચાયતના સરપંચ કચરુભાઈ નવલાભાઈ પ્રજાપતિ દ્વારા ગ્રામ પંચાયત ના કામોમાં સ્થળ પર કામ કર્યા વગર ગેરરીતિઓ આચરી સરકારી નાણાની ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આક્ષેપો છેલ્લા કેટલાય સમયથી થઇ રહ્યા હતા. અરે આ મામલે કેટલાક નાગરિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમગ્ર મામલાની તપાસ બાદ ફતેપુરા ગામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ દ્વારા કામોમાં ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સપાટી પર આવતાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ગઈકાલે તેઓને મળેલ અધિકાર તેમજ સત્તાની રૂએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57/1 મુજબ સસ્પેન્ડ કરવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ કચરુંભાઈ પ્રજાપતિને પદ પરથી દૂર કર્યા બાદ સરપંચનો ચાર્જ ઉપસરપંચ મનોજ કલાલ ને સોંપવામાં આવ્યો છે.