
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા ગ્રામ પંચાયતની 34 ગ્રામ પંચાયતોના ચૂંટણીના ઉમેદવારી પત્રોની આજરોજ ચકાસણી કરવામાં આવી
સરપંચના ઉમેદવાર ના 10 ઉમેદવારીપત્ર અને ગ્રામ પંચાયતના સભ્યોના ઉમેદવારના 47 ઉમેદવારી પત્રોના મંજુર કરવામાં આવ્યા હતા
ફતેપુરા તા.06
ફતેપુરા તાલુકાની 34 ગ્રામ પંચાયતોને ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર હોય ઉમેદવારીપત્ર ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયતના સરપંચ ના 250 ઉમેદવારીપત્રો ભરાયા હતા જ્યારે ગ્રામ પંચાયતના સભ્યોના 1092 ઉમેદવારી પત્રો ભરાયા હતા જે ઉમેદવારી પત્રોનીઆજરોજ ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતા સરપંચ શ્રી ના 10 ઉમેદવારો ઉમેદવારી પત્રો તેમજ ગ્રામ પંચાયત સભ્યશ્રી ના 47 ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારીઓ દ્વારા નામંજુર કરવામાં આવતા ઉમેદવારો ચકાસણી પછી સરપંચ શ્રી ના 240 ઉમેદવારીપત્ર મંજુર કરવામાં આવ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત સભ્ય શ્રી ના 1045 ઉમેદવારીપત્રો મંજૂર કરવામાં આવ્યા હતા ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસ પછી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે કેટલા ઉમેદવારો સરપંચ ના અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી ના ઉમેદવારોવચ્ચે ખરાખરીનો જંગ જામશે