
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના નાનસલાઈ નેશનલ હાઇવેથી માછણ નાળા ડેમને જોડતા નવીન રસ્તાનું ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા ભુમિ પુજન કરવામાં આવ્યું
ઝાલોદ તા. ૧૮
ઝાલોદ તાલુકાના નાનસલાઈ નેશનલ હાઇવેથી માછણ નાળા ડેમને જોડતો નવીન આર સી સી રસ્તાનું ભુમિ પુજન કરવામાં આવ્યું ત્યારે આ રસ્તાની કુલ લંબાઈ 2.1 કિ.મી અને પહોળાઈ 3.6 મીટર જેટલો રસ્તો બનશે જેમાં આજુબાજુ ગામના લોકોને અવરજવર માટે મુશ્કેલી પડતી હતી જેથી આ બાબતે અનેક રજૂઆતો બાદ ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા આજે નવીન રસ્તાનું ભુમિ પુજન કરવામાં આવ્યું જેથી નાનસલાઈ થી ચણાસર લિલવાઠાકોર રણિયાર તેમજ અન્ય ગામોને અવરજવરમાં સરળતા રહેશે.
ઝાલોદ તાલુકાના નાનસલાઇ ગામ નજીક માછણ નદી પર ડેમ બાંધવામાં આવેલ છે. આ માછણનાળા સિંચાઇ યોજના ૧૯૭૭માં શરૂ થઇ હતી. જેમાં માછણ નાળા સિંચાઇ યોજનાનું બાંધકામ ૧૯૮૨માં પુર્ણ થયુ હતુ. આ માછણ નાળા સિંચાઇ યોજનાની જમીન સંપાદનની કામગીરી ૧૯૮૩માં પુર્ણ થઇ હતી. જેમાં માછણનાળા ડેમની જળાશયની પુર્ણ સપાટી ૨૭૭.૬૪ મીટર છે. આ માછણનાળા સિંચાઇ યોજનાની બે મુખ્ય નહેર ડાબા કાંઠા અને જમણા કાંઠા આવેલ છે. જેમાં ડાબા કાંઠા મુખ્ય નહેરની લંબાઇ ૧૧.૩૪ કિ.મી છે.
ત્યારે જમણા કાંઠા મુખ્ય નહેરની લંબાઇ ૧૪.૪૦ કિ.મી છે. ત્યારે માછણ નાળા સિંચાઇ યોજનાનો પિયત વિસ્તાર ૨૪૬૩ હેકટર છે, જેનાથી ઝાલોદ તાલુકાના ૧૧ ગામોને પિયતનો લાભ થાય છે. જેમાં ૧ મેલણિયા, ૨ થેરકા ૩ માંડલીખુટા ૪ ખરસાણા ૫ ચિત્રોડિયા ૬ ધાવડિયા ૭ ઝાલોદ કસ્બા ૮ મુનખોસલા ૯ ભાવપુરા ૧૦ મહુડી ૧૧ અનવરપુરા. આ ગામોનો માછણ નાળા સિંચાઈ યોજના નો લાભ મળે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યપાલક ઇજનેર, શ્રી પી એસ બારીયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શ્રી સી કે બારીયા , શ્રી બી આર ડામોર, મદદનીશ ઇજનેર તેમજ ટી પી ડામોર, અધિક મદદનીશ ઇજનેર, પદાધિકારીશ્રીઓ,જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.