કલ્પેશ ચૌહાણ :- ધાનપુર
દે.બારિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલા ઉમેદવાર દ્વારા જન સમર્થન રેલી યોજાઇ..
દેં.બારીયા તા.26
દેવગઢ બારીયા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર દ્વારા જન સમર્થન રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે ચૂંટણી તૈયારીઓમાં જોતરા છે ત્યારે આ વખતે કોંગ્રેસ તેમજ ભાજપના ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી છે. તેમજ તબક્કા વાર વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દેવગઢ બારીયા સામાન્ય સીટ પર આમ આદમી પાર્ટી એ ભરતભાઈ વાખલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જે બાદ આજરોજ દેવગઢ બારીયા 134 મતવિસ્તારના આમ આદમીના જાહેર થયેલા ઉમેદવાર ભરતભાઈ વાખળા દ્વારા જન સમર્થન રેલીનો આયોજન કર્યું હતું તે દરમિયાન છોટાઉદેપુરના જાહેર થયેલા ઉમેદવાર અર્જુનસિંહ રાઠવા હાજરી આપી હતી તથા જયેશભાઈ અશોકભાઈ રાણા તથા મહિપાલ ભાઈ ચૌહાણ તથા એવા ધાનપુર તાલુકાના કાર્યકરો અને દેવગઢ બારીયા ના કાર્યકરો રેલીનો ભાગ લીધો હતો.