ધાનપુર તાલુકાના ખોખરા ગામે 17 વર્ષની સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તા.2

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગામે પત્ની તરીકે રાખવા સારુ એક ૧૭ વર્ષીય સગીરાનું યુવક દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરી લઇ નાસી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

ધાનપુર તાલુકાના ખોખરા ગામે નિશાળ ફળિયામાં રહેતો અક્ષયભાઈ દીપસિંહ ભાઈ પટેલ દ્વારા ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ઘરેથી દેવગઢ બારીયા કોલેજમાં જવા નીકળી હતી તે સમયે અક્ષયભાઈ દ્વારા સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્ની તરીકે રાખવા સારુ બળજબરીપૂર્વક અપહરણ કરી લઇ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article