સુમિત વણઝારા
દેવગઢ બારિયા તાલુકાના નાગવાવ ગામેથી પોલીસે 3.64 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો:બુટલેગર ફરાર
દાહોદ તા.30
દેવગઢ બારીયા તાલુકાના નાગવાવ ગામેથી સાગટાલા પોલીસે ફોર વહીલર ગાડીમાંથી સવા બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.જોકે દારૂ લાવનાર બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોર વહીલર ગાડી જપ્ત કરી 3.64000 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ફોર વહીલર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરયો છે
ગત તારીખ 29/03/2022 ના રોજ દેવગઢ બારીયા તાલુકાના નાગવાવ ગામે વાંદર ગામ તરફ જવાના રસ્તા પર GJ-06-BQ-8820 નંબરના ટાટા વિસ્ટા ફોર વહીલર ગાડીનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો હતો.તે દરમિયાન વાંદર ગામ તરફ જવાના રસ્તે પોલીસની નાકાબંધી જોઈ ફોર વહીલર ગાડીનો ચાલક પોતાની ગાડી રસ્તામાં મૂકી ભાગી ગયો હતો.ત્યારબાદ પોલીસે ફોર વહીલર ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટ્ટીઓ તેમજ પ્લાસ્ટિકના ક્વાટર્યા મળી 2,10,000 નો વિદેશી દારૂ તેમજ ફોર વહીલર ગાડી મળી કુલ 3,64,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે આ બનાવ સંદર્ભે સાગટાલા પોલીસે વિદેશી દારૂનો જથ્થો લાવનાર ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કર્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી
