
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે એક બોલેરો ગાડીમાં સવાર પોલીસ કર્મચારીઓની ગાડીને ડ્રાઈવરે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બોલેરો ગાડી પલ્ટી ખવડાવી દેતાં અંદર સવાર ચાર જેટલા પોલીસ કર્મચારીઓને શરીરે ઈજાઓ પહોંચતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ એક બોલેરો ગાડીમાં બેસી સાલીયા ગામેથી પસાર થઈ રહેલા એ.એસ.આઈ. રમેશભાઈ ભગવાનદાસ રાણા, એ.એસ.આઈ. હેમલતાબેન પી.પરમાર, પોલીસ કોન્સ્ટેબલ શશીકાન્તભાઈ એચ.બાવીસકેર તથા પોલીસ કોન્સ્ટેબલ મીતેષભાઈ ડી. ભુવીરનાઓની ગાડીના ચાલક મુકેશભાઈ નટુભાઈ રાઠવા (રહે.વડોદરા) એ પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ ગાડી ડિવાઈડર સાથે અથડાવી પલ્ટી ખવડાવી દેતાં અંદર સવાર ઉપરોક્ત પોલીસ કર્મચારીઓને શરીરે ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી.
આ સંબંધે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–