Friday, 18/10/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે ફોરવીલર ગાડીએ મોટરસાયકલ ને અડફેટે લીધા: એકનું મોત,એક ઈજાગ્રસ્ત

December 3, 2021
        1859
દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે ફોરવીલર ગાડીએ મોટરસાયકલ ને અડફેટે લીધા: એકનું મોત,એક ઈજાગ્રસ્ત

દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે ફોરવીલર ગાડીએ મોટરસાયકલ ને અડફેટે લીધા: એકનું મોત,એક ઈજાગ્રસ્ત

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટરસાઈકલ પર સવાર બે યુવકોને અડફેટમાં લેતાં બંન્ને યુવકોને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૮મી નવેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મડામહુડી ગામે ટેકરી ફળિયામાં રહેતાં અશ્વિનભાઈ ગણપતભાઈ પટેલ અને તેમની સાથે કમલેશભાઈ કાન્તીભાઈ પટેલ બંન્ને યુવકો પોતાના કબજાની મોટરસાઈકલ લઈ રાત્રીના નવેક વાગ્યાના આસપાસ કાળીડુંગરી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ત્યાંથી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત યુવકની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં અને બંન્ને યુવકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં જે પૈકી અશ્વિનભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે મડામહુડી ગામે ટેકરી ફળિયામાં રહેતાં ગણપતભાઈ સરદારભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!