બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે વાગ્ધારા સંસ્થા દ્વારા સરકારી વિભાગો સાથે એક દિવસીય સંવાદ કાર્યક્રમ યોજાયો*
*ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ સહિત ફાયદા તેમજ પશુપાલન વિશે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી*
સુખસર,22

22 ડિસેમ્બર ના રોજ વાગ્ધારા સંસ્થા દ્વારા નિર્મિત કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠન-ફતેપુરા દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે એક દિવસીય સરકારી વિભાગો સાથે સંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ.વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત નાયબ તાલુકા વિકાસ અધિકારી,ખેતીવાડી વિસ્તરણ અધિકારી,પશુ ચિકિત્સક તેમજ આસપાસના ગામોમાંથી પધારેલ ખેડૂત ભાઈઓનું સ્વાગત અભિનંદન કરવામાં આવ્યું હતુ.
વાગ્ધારા સંસ્થાના પરિયોજના અધિકાર પી.એલ.પટેલ દ્વારા વાગ્ધારા સંસ્થાનો વિસ્તાર પૂર્વક પરિચય આપ્યો હતો.વાગ્ધારા સંસ્થાના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી હતી.
ખેતીવાડી વિસ્તરણ અધિકારી નિલેશભાઈ વસૈયા ઓએ ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત તમામ યોજનાઓ બાબતે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તાર પૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજઉપસ્થિત પશુ ચિકિત્સક ડો.નુરદાસ સંગાડાના ઓએ પશુ પાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ અને કૃત્રિમ બીજદાનના ફાયદાઓ તથા પશુઓ માટે ઘાસચારો તથા ટીકાકરણ અને તેનાથી થતા ફાયદા,ઊંડા ઉકરડા થી થતાં ફાયદાઓ વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.પી.એલ.પટેલ દ્વારા નરેગા યોજનાની પુરેપુરી જાણકારી આપવામાં આવી હતી.સંવાદના અંતમા ગિરીશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તમામ અધિકારી ગણ, સંસ્થાના સ્ટાફ સદસ્યો અને ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરી બેઠકનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.