બાબુ સોલંકી :- સુખસર
સુખસરના કાળીયા સબ સેન્ટર ખાતે”રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ”અંતર્ગત શંકાસ્પદ દર્દીઓની તપાસ ઝુંબેશનું આયોજન કરાયું*
*જુદી જુદી કેટેગરીના 177 દર્દીઓના એકસ-રે તથા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું*
સુખસર,તા.20
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સુખસર તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર કાળીયા(લખણપુર) ખાતે મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી.પહાડિયા,તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ અમલિયાર તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર નયન ચારેલ તેમજ ડોક્ટર કુંજલ હાન્ડાના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રોગના દર્દીઓએ લાભ લીધો હતો.
કાળીયા સબ સેન્ટર ખાતે 20 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય અક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત સુખસર તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કાળીયા ખાતે આવેલ સબ સેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકાસ્પદ વિવિધ રોગના શંકાસ્પદ 177 દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં માત્ર ટીબી જ નહીં પરંતુ લાભ તમામ પ્રકારના કથિત રોગીઓના સર્વાંગી આરોગ્યને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓના તેમના ઊંચાઈ, વજન તથા એન.સી.ડી(બિન ચેપી રોગો) માટેનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યું હતું 
યોજાયેલ કાર્યક્રમમાં મોટી ઢઢેલી પી.એચ.સી સેન્ટર તથા કાળીયા સબ સેન્ટરના સ્ટાફ સહિત સી.એચ.ઓ,એમ.પી.એચ.ડબલ્યુ, એચ.એફ.ડબલ્યુ તથા આશા વર્કર બહેનોએ મહત્વનો ભાગ ભજવી સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.