રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક વોટર અને સેનીટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઈ*
દાહોદ તા. ૨૦

: જિલ્લા જળ અને સ્વછતા એકમ દાહોદ દ્વારા કરાવમાં આવેલી કામગીરી અને આગામી સમયની કામગીરી અંગેના પૂર્વ આયોજન બાબતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સોર્સ સસ્ટેનેબિલિટી રિપોર્ટ, દાહોદ જીલ્લાની ગ્રામ્ય પેયજળ યોજનાનાં પાઈપલાઈન નેટવર્કને ગતિશક્તિ પોર્ટલ પર ચડાવેલ યોજનાની પ્રગતિ, યોજના પુર્ણ થયેલ હોઈ ઠરાવ વિડીઓ અને સર્ટીફીકેટ બાબતે સમીક્ષા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નાં ટોલ ફ્રી નંબર – ૧૯૧૬ ઉપર આવેલ રજુઆતો અને તેના નિરાકરણ અંગેની ચર્ચા અને અન્ય મળેલ રજુઆતો બાબત, લીકેજ રીપેરીંગ ટેન્ડરની ચર્ચા, નવી પાણીની સમિતિ પુરસ્કાર યોજના અંતર્ગત થયેલ કામગીરી, યોજનાની વિગતો અને કરેલી કામગીરી અને હાલમાં ચાલુ કામગીરીની સમીક્ષા, ઓપરેટર હેડવર્કસ તાલીમ અને ઓપરેટર પગારની ચર્ચા, વીજ જોડાણ, સહિતની જિલ્લા કલેકટર સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત અને સામુહિક શોચાલય , ભીના અને સુકા કચરા બાબત, ગટર વ્યવસ્થા બનાવવા, નાણાંકિય વર્ષમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાટ ફાળવણી અને માંગણી અને જિલ્લામાં નવા કામો માટેની ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું કે, યોજના હેઠળ આવરી લેવાયેલા વિસ્તારના તમામ ઘરો સુધી પાણી મળી રહે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરીને પાણી ચાલુ રાખવા માટેના જરુરી પ્રયત્નો રાખવા સુચના આપી. સાથે જ જિલ્લામાં લોકલ સોર્સ આધારિત કેટલાક ગામોમાં પાણીની મુશ્કેલી તેવા ગામોની સોર્સની યાદી બનાવી મોકલી આપવા માટે સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, વાસ્મોના યુનીટ મેનેજરશ્રી અને પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
000