સુમિત વણઝારા
દાહોદ શહેરમાં ધોળા દિવસે મોટરસાયકલની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ..
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના દોલતગંજ બજારમાંથી ધોળે દિવસે અજાણ્યા ચોર ઈસમોએ એક મોટરસાઈકલની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૬મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગારી ફળિયામાં રહેતાં કિરીટભાઈ સળીયાભાઈ ગારી પોતાની મોટરસાઈકલ લઈ દાહોદ શહેર મુકામે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરના દોલતગંજ બજાર સ્થિત આવેલ એક લેબોટરીની આગળ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને સવારના ૧૦ વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સમાચાર વાયુવેગે પંથકમાં ફેલાતાં પોલીસ પણ દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી ફુટેજાેની ચકાસણી કરતાં ચોર ઈસમ સ્પષ્ટપણે મોટરસાઈકલની ચોરી કરી લઈ જતો જાેવ મળ્યો હતો.
આ સંબંધે કિરિટભાઈ સળીયાભાઈ ગારીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
