દાહોદમાં ગઈકાલે ગુમ થયેલા આધેડનો મૃતદેહ રળીયાતી સંગમ નજીકથી મળી આવતા ચકચાર..

Editor Dahod Live
2 Min Read

 દાહોદમાં ગઈ કાલે ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર

 ગઈ કાલે ગુમ થયેલા આધેડની લાશ નદીમાંથી મળી આવતા અનેક તારકવિતર્ક વહેતા થયાં

 મરણ જનાર આધેડે આત્મહત્યા કરી કે કોઈકે હત્યાં કરી લાશ નદીમાં ફેંકી દીધી.??

રળીયાતી નજીક ત્રિવેણી સંગમ પરથી મરણ જનારની મોપેડ ગાડી મળયા બાદ બીજા દિવસે લાશ મળી

પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી

દાહોદ તા.17

 

દાહોદનો આધેડ યુવક જે દાહોદ દોલતગંજ બઝાર નીચવાસમાં નો રહેવાસી સંજય શાહ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી વહેલી સવારે ચાર વાગે પોતાના સોનીવાડના ઘરેથી નીકળી ગયા હતા . ઘરના પરિવારમાં પત્ની એ સવારે જ્યારે દીકરીને પપ્પાને જગાડવા માટે કહેતા તેઓ મળી ના આવતા તેઓની ચાની દુકાન ઉપર અને ફળિયામાં જોયું ત્યાર પછી પણ ના મળી આવતા ઘરના સભ્યોને બોલાવી જાણ કરી અને ઘરના સભ્યો દ્વારા પોલીસને જાણ કરી ચારે બાજુ શોધખોળ કરતા તેઓનું સ્કૂટર રળિયાતી સંગમ

ઉપર ખાણ નદી પાસેથી મળી આવતા ત્યાં નદીની આજુ બાજુ બધે શોધખોળ કરી પણ તેઓનો કોઈ પત્તો ન મળતાં ઘરવાળા નિરાશ થયા હતા અને મોડી રાત્રી સુધી તેઓની શોધખોળ ચાલુ રાખી હતી અને આજે સવારે 10 વાગે માછલી પકડવા વાળાઓએ પોલીસને જાણ કરી કે એક લાશ નદીમાં તરી રહી છે અને ત્યાર બાદ પોલીસે અને લોકોએ તેમના ઘરવાળાને જાણ કરી કે એક બોડી મળી આવી છે અને ઘરવાળાઓએ આવી ને લાશ ઓળખી બતાવી હતી અને ત્યાર બાદ ફાયર દ્વારા લાશ કાઢી અને પી.એમ. માટે મોકલી આપવામાં આવી હતી. ઘર પરિવારના તમામ સભ્યો , ભાઈઓ , બહેનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા . અને સમગ્ર શહેર અને ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Share This Article