રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે જમીન સંબંધી બાબતોમાં મારા હથિયારો સાથે આવેલા ચાર ઈસમોએ ચાર વ્યક્તિઓને ફટકાર્યા..
દાહોદ તા.૦૯
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી આવી ચાર જેટલા ઈસમોને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
ગત તા. ૦૭મી જુલાઈના રોજ મંડાવાવ ગામે કોટડા બુઝર્ગ માળ ફળિયામાં રહેતાં કનુભાઈ રામસીંગભાઈ મોહનીયા તથા તેમના પરિવારજનો ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ત્યાં મનાભાઈ ધારજીભાઈ ડામોર, ધનાભાઈ ધારજીભાઈ ડામોર, જાેરસીંગભાઈ અંતિભાઈ ડામોર અને રાજુભાઈ મનસુખભાઈ ડામોર (રહે. ભીટોડી અને મંડાવાવ) નાઓ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, ધારીયા, લાકડીઓ વિગેરે લઈ કનુભાઈ તથા તેમના પરિવારજનો પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન અમારી છે તમારે આ જમીનમાં પ્રવેશ કરવો નહીંસ આ જમીન અમારા બાપ – દાદાઓએ રાખેલ હતી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ધારીયા વડે તેમજ લાકડી વડે દશરથભાઈ બરાભાઈ મોહનીયા, મયુરભાઈ વિનોદભાઈ મોહનીયા, બળવંતભાઈ અભેસિંગભાઈ મોહનીયા અને વિક્રમભાઈ સબુભાઈ મોહનીયાને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે કનુભાઈ રામસિંગભાઈ મોહનીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
