દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા એમજીરોડ ખાતે મોબાઈલની દુકાનમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા એમજીરોડ ખાતે મોબાઈલની દુકાનમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી..

 

 

દાહોદ તા.૦૧

 

દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતેથી એક મોબાઈલની દુકાનના કાઉન્સટર પરથી કોઈ અજાણ્યા ચોર ઈસમે રોકડા રૂપીયા ૧,૬૪,૦૦૦, એક દોઢ તોલા સોનાની ચેઈન, એક મોબાઈલ ફોન તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે દસ્તાવેજાે ભરેલ કુલ રૂા. ૨,૨૯,૫૦૦ ની મુદ્દામાલ ભરેલ બેગ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગત તા.૨૦મી મેના રોજ દાહોદ શહેરના ભોઈવાડા સૈફી મહોલ્લા વિસ્તારમાં રહેતાં મહમદજુનેદ જાકીરભાઈ સબ્જીફરોજ (કુંજડા) એ પોતાની રોકડા રૂપીયા ૧,૬૪,૦૦૦ ભરેલ બેગ તેમજ તેમાં પોતાનો એક મોબાઈલ ફોન, એક દોઢ તોલા સોનાની ચેઈન, એક મોબાઈલ ફોન, આધારા કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે દસ્તાવેજાે મળી કુલ રૂા. ૨,૨૯,૫૦૦નો મુદ્દામાલ ભરેલ બેગ દાહોદ શહેરમાં આવેલ એમ.જી. રોડ મોચીવાડ ી ખુંટ ખાતે આવેલ યુનિક મોબાઈલ પોઈન્ટ ખાતે મુકી રાખી હતી તે સમયે કોઈ અજાણ્યા ઈસમે પોતાનો કસબ અજમાવી મહમદજુનેદભાઈની નજર ચુકવી ચોરી કરી લઈ નાસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 

આ સંબંધે મહમદજુનેક જાકીર શબ્જીફરોજ (કુંજડા) એ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article