સુમિત વણઝારા
દાહોદ તાલુકાના રાબડાલ પાસેથી પોલીસે 1.93 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા…
દાહોદ તા.28
દાહોદના રાબડાળ પાસેથી પોલીસે ગાડીમાંથી 1.93 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.રાબડાળ ગામેથી પોલીસે એક ગાડીની તલાશી હાથ ધરી હતી. ત્યારે પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂનો કુલ 1,93,929 ના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે કશના ફળિયામાં રહેતાં જીતેન્દ્ર પ્રેમસીંગભાઈ બેરાવત અને બોરવાણી ગામે ખાયા ગરેરા ફળિયામાં રહેતાં કમલેશ ધિરજીભાઈ પલાસ બંન્ને પોતાના કબજાની એક ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લઈ રાબડાળ ગામેથી પસાર થઈ રહ્યાં હતાં.આ દરમિયાન રાબડાળ ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસે ઉપરોક્ત બંન્નેને ગાડી સાથે ઉભા રાખી તેઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1536 કિંમત 1,93,920 ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ 3,93,920 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
