દાહોદ એલ.સી.બી પોલીસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ ખજુરીયા ગેંગના બે ખૂંખાર ધાડપાડુઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા.

Editor Dahod Live
1 Min Read

 

દાહોદ એલસીબી પોલીસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ ખજુરીયા ગેંગના બે ખૂંખાર ધાડપાડુઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા..

દાહોદ તા.26

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ખજુરીયા ગામના બે ખૂંખાર ધાડપાડુઓને દાહોદ એલસીબી પોલીસે જેસાવાડા બજારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા છે..

 અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ વિવેકાનંદ નગર પોલીસ મથક ની હદમાં ગત વર્ષે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી.જે બાદ જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પીઆઈ બી ડી શાહ તેમજ તેમના માણસોને બાતમી મળી હતી કે ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ચોરીનો મુદ્દામાલ વેચવા આવતો હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે છટકું ગોઠવી ગરબાડા તાલુકાના ખજુરીયા ખાડા ફળિયાના રહેવાસી રાકેશભાઈ વસનાભાઈ પલાસ તેમજ કનુભાઈ તેરસીંગભાઈ પલાસ નામક ધાડ લૂંટ જેવા ગુનામાં પંકાયેલ ખજુરીયા ગામના ઉપરોક્ત બે ખૂંખાર ધાડપાડુઓ ને ઝડપી ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ ગત વર્ષે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં ધાડ ને અંજામ આપી હોવાની કબૂલાત કરતા પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કરી ઘણી તપાસ હાથ ધરી છે.

Share This Article