રાજેશ વસાવે -દાહોદ
દાહોદમાં 21 વર્ષીય યુવતીએ પોતાના શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા સારવાર દરમિયાન મોત.
દાહોદ તા.17
દાહોદ શહેરની 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી વડે આગ લગાવી પોતાની જાત જલાવી દેતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું પ્રાથમિક તબક્કે જાણકારી મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ નૂરબાગ ખાતે રહેતી 21 વર્ષીય આફરીન બાબુભાઈ અબ્બાસ ભાઈ દીવાન ગત તા.09.03.2022 ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગુસ્સામાં આવી જતા તેંણીએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ લગાવી પોતાની જાતને જલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગની લપટોથી ઇજાગ્રસ્ત થયેલી આફરીન બેન ને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં. સારવાર દરમિયાન તેઓની હાલત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે એમનું મોત નિપજયુ હતું.
ઉપરોકત બનાવ સંદર્ભે મરણ જનાર આફરીન બેન અબ્બાસભાઈ દિવાનના બનેવી અને એમ.જી.રોડ મોચીવાડ ખાતે ના રહેવાસી મોઇનુદ્દીન અબ્દુલ મજીદ શેખ દ્વારા ટાઉન પોલીસ મથકે જાહેરાત આપતા દાહોદ ટાઉન પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
